રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જૈન દેરાસરમાં થોડા દિવસ પહેલા એક યુવક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઇ રાજકોટ પોલીસ દ્વારા ભાવેશ ગોળ નામના યુવકની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આજરોજ આરોપી ભાવેશ ગોળને A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પૂછતાછ માટે લઈ આવતા આરોપી ભાવેશ ગોળનું પોલીસ લોકમાં જ મોતની નિપજ્યું હતું ત્યારે સમગ્ર મામલે રાજકોટ પોલીસ ડીસીપી જગદીશ બાંગરવા દ્વારા નિવેદન આપતા જણાવ્યું હતું કે આરોપી ભાવેશ ગોળ શરૂઆતથી જ તંદુરસ્ત નહોતો લાગતો ત્યારે તેની પૂછતાછ દરમ્યાન આરોપીને તાણ આંચકી આવી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ આવવામાં આવેલ હતો ત્યારે ફરજ પરના ડોક્ટર દ્વારા આરોપીને મૃત જાહેર કરવામાં આવ્યો હતો હાલ આ કસ્ટોડિયલ ડેથ મામલે ACP બી.જે ચૌધરી તપાસ કરી રહ્યા છે.































