ગઈકાલે સગીરને ધોળા દિવસે માર મારવાની ઘટનામાં નવો વળાંક,માર મારનાર આરોપીના 13 વર્ષના પુત્ર ને ખેંચી બે સગીરે માર માર્યાની સામે ફરિયાદ નોંધાઈ…ગોંડલમાં આવેલ સહજાનંદનગરમાં રહેતો 13 વર્ષનો તરુણ સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલ કોલેજ ચોક પાસે હતો ત્યારે બે સગીરે ઝઘડો કરી ગુપ્તાંગ ખેંચી ઢીકા પાટુનો માર માર્યો હોવાની સામે ફરિયાદ નોંધાઈ છે..તરુણને ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો છે. સહજાનંદનગરમાં રહેતો 13 વર્ષનો તરુણ સ્ટેશન પ્લોટ વિસ્તારમાં કોલેજ ચોક પાસે હતો ત્યારે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં બે સગીરે ઝઘડો કરી માર માર્યો હતો.