એક બાજુ મહિલાઓની પ્રાઈવેસીને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે એમાં પણ ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને પણ રાજકોટના રેયાં રોડ પાસે આવેલ વેસ્ટ ગેટમાં ચલતી પાયલ મેટરનિટી હોસ્પિટલ હલકટાઈની તમામ હદો પાર કરવામાં આવી છે ત્યારે વાત કરીએ તો આ હોસ્પિટલમાં ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને બાળકોના જન્મની કામગરી ચાલતી હોય છે ત્યારે મહિનાઓ દરમ્યાન હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલ સારવારના વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થાય હતા ત્યારે હાલ નબળી માનસિકતા ધરાવતા હોસ્પિટલ સંચાલકો દ્વારા ઓપરેશન થિએટરમાં સીસીટીવી કેમેરા લાગવાની કેમ જરૂરી પડી એ પણ એક મહત્વની બાબત છે ત્યારે હાલ મહિલાઓની પ્રાઇવેટ પાર્ટમાં આપવામાં આવતી સારવારના વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં રાજકોટ સાયબર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે હવે જોવું એ રહ્યું કે પોલીસ તંત્ર આ મામલે લઈ દિશામાં તપાસ કરે છે અને કેવા કડક પગલાં લ્યે છે.