તાજેતર માં ગુજરાત સ્ટેટ રોલર સ્કેટિંગ ચેમ્પયનશિપ-૨૦૨૪ નું આયોજન DPS school અમદાવાદ ખાતે થયેલ હતું.
જેમાં રાહ સ્કેટ એકેડેમી ના ૧૬ બાળકો એ ભાગ લીધેલ તેમાંથી ૪ બાળકો નેશનલ લેવલ માટે સિલેક્ટ થયેલ છે શિવાંશ જોરિયા, દેવમ કોટક, રાજદિત્યસિંહ જાડેજા તથા વ્યાના ફળદુ ૨ થી ૮ ડિસેમ્બર મૈસુર ખાતે નેશનલ લેવલ માટે ભાગ લેવા જશે.