રાજકોટમા જંકશન વિસ્તારના પરસાણા નગરમાં આવેલ જલારામ બેકરીમાં થયેલ બ્લાસ્ટ મામલે રાજકોટ મનપા કમીશ્નર ડી.પી.દેસાઈ પહોંચ્યા ઘટના સ્થળે.ઘટના સ્થળે પહોંચ્યા બાદ કમિશનરે મીડિયા સમક્ષ આપ્યું મહત્વનું નિવેદન,GSPC ગેસ માં ચાલી રહેલ કામકાજને લઈ આગ લાગી હોવાનો અને ધડાકો થયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે,હાલ આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા છે જેને સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે સમગ્ર મામલે FSL દ્વારા તપાસ કર્યા બાદ સાચી હકીકત સામે આવશે.