ભાવનગર ભાજપ પ્રમુખે કર્યો લૂલો બચાવ ભાવનગરના કોર્પોરેટર યુવરાજસિંહ એ સદસ્યતા અભિયાનમાં સભ્યો બનાવવા ₹500 આપીને સભ્યો બનાવતો વિડીયો વાયરલ થતા સમગ્ર રાજકારણમાં ગરમાવો ફેલાઈ જવા પામ્યો હતો. જેને લઇને ભાજપ પ્રમુખ અભયભાઈ ચૌહાણને જે બાબતે પૂછતા તેણે પોતાના કોર્પોરેટરને બચાવવા લૂલો બચાવ કરતો ઇન્ટરવ્યૂ મીડિયા સમક્ષ રજૂ કર્યો છે