જૂનાગઢના ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 માં જન્મદિન નિમિતે 75 કુંડી હવનોત્સવ યોજાયો
ગુજરાતના પનોતા પુત્ર,વૈશ્વીક નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘાયુ માટે આજરોજ શહેરના ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે 75 કુંડી “માર્કન્ડેય મહાપુજા સહ શાંતિ યાગ” “नमो हवनोत्सव”નું જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી મહાનગર તથા શ્રી ભૂતનાથ મહાદેવ મંદિરના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢનાં નગર દેવતા ભૂતનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં આંતરરાષ્ટ્રીય કથાકારશ્રી ડો.મહાદેવપ્રસાદ મહેતા દ્વારા અલૌકિક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પુનિત શર્મા, ગિરિસ કોટેચા, જયદેવ જોશી સહિતના અગ્રણીઓ જોડાયા હતા