કલકતામાં મહિલા તબીબ સાથે રેપ અને મર્ડરની બનેલી ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે ત્યારે રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સ દ્વારા સતત પાંચમો દિવસે વિરોધ યથાવત રાખવામાં આવ્યો હતો અને મહિલા તબીબના પરિજનોને ન્યાય મળે તેવી માંગ કરી હતી.જોકે આ તમામ ઘટનાને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલ દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો પણ આ વિરોધ સામે જુનિયર ડોક્ટર્સ દ્વારા દર્દીઓને કોઈ હાલાકી ન સર્જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે તેવી આંદોલનના અગાઉ બાહેંધરી આપવામાં આવી હતી.