ગુજરાતમાં હાલ ચાંદીપુરા વાઇરસને કારણે બાળકોનાં ટપોટપ મોત થઈ રહ્યાં છે. ગઈકાલના આંકડા અનુસાર અત્યારસુધીમાં રાજ્યમાં કુલ 15 બાળક ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ કેસ હેઠળ મોતને ભેટ્યાં છે, જ્યારે અન્ય બાળકોનાં સેમ્પલ પુણે ખાતેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે. ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ બાળદર્દીઓ મહાનગરોની હોસ્પિટલોમાં આવી રહ્યાં છે. ત્યારે આ વાઇરસ સામે સાવચેતીના ભાગરૂપે રાજકોટ શહેરના ડો. ચેતન ભલગામિયા સાથે ખાસ વાતચીત… જુઓ આલ્ફા ન્યુઝ પર….