આજે ગિરનાર શિખર પર આવેલ દત્તાત્રેય મંદિરે જૈન ધર્મ દ્વારા નિર્માણ લાડુનો કાર્યક્રમ યોજવાનો હતો, પરંતુ જૈન અને હિંદુ ધર્મના વિવાદ વચ્ચે જિલ્લા કલેકટરે બહાર પાડેલ જાહેરનામા અનુસંધાને ચુસ્ત પોલીસ નો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, જેમાં 100 પોલીસ કોન્સ્ટેબલ ,15 PSI, 2 Dysp તેમજ ત્રણ PI, ત્રણ વિડીયોગ્રાફર, 50 જેટલા બોડી વીડિયોગ્રાફર ફરજ બજાવી રહ્યા છે, શાંતિ અને સલામતી થી આજે ધાર્મિક કાર્યક્રમ યોજાય તે માટે તંત્ર એ જૈન અને હિન્દુ સમુદાય ને અપીલ કરી છે.
રિપોર્ટ : બિપિન પંડયા : જૂનાગઢ