21 જૂન એટલે વિશ્વ યોગ દિનની સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે ત્યારે રાજકોટ ખાતે પણ મનપા દ્વારા પાંચ સ્થળોએ યોગ દિવસની ઉજવણી માટે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શહેરના માધવરાવ સિંધીયા ગ્રાઉન્ડમાં એક જ સ્થળે 2500 થી વધારે લોકો યોગા કરી યોગ દિનની ઉજવણી કરી હતી,આ તકે રાજ્ય સભાના સાંસદ રામોકરિયા, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સહિતના પદાઅધિકારીઓ તેમજ અધિકારીઓએ યોગ દિનની ઉત્સાહ ભેર ભાગ લઈ યોગ દિનની ઉજવણી કરી હતી.