સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ માટે અનામતમાં વર્ગીકરણના નિર્ણયને લઈ આજ રોજ રાજકોટ ખાતે પણ અનુસૂચિત જાતિ તથા જન જાતિ દ્વારા રેલી કાઢી ભારત બંધના એલાનને ટેકો આપવામાં આવ્યો હતો સાથે રાજકોટ કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું અને સુપ્રીમ કોર્ટ દ્વારા લેવાયેલ નિર્ણયને પાછો ખેંચવાની માંગ કરી હતી અને જો સુપ્રીમ કોર્ટ આગમી સમયમાં આ નિર્ણય પાછો નહિ ખેંચે તો ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.