રાજકોટ સ્થિત મારવાડી યુનિવર્સિટીમાં યુવતીના આપત્તિજનક વીડિયોનો મામલો,હોસ્ટેલમાં એક જ રૂમમાં રહેતી બે યુવતીઓ વચ્ચે થયો ઝઘડો,એક યુવતીનો સ્નાન કરતો વિડિયો ઉતારી બીજી યુવતીએ તેને ફોરવર્ડ કર્યાનો આરોપ,આંધ્ર પ્રદેશની યુવતીઓ મારવાડી યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ નો અભ્યાસ કરી રહી છે,વિડિયો ઉતારનાર યુવતીની સાથે યુવતીઓએ કરી હાથફાઈ ,ટોળું એકત્ર થતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો,સંબંધિત યુવતીના વાલીઓને જાણ કરવામાં આવી,વાલીઓના આવ્યા બાદ પોલીસ ફરિયાદ અંગે નિર્ણય લેવાશે હાલ તો નિવેદન લઇ યુવતીઓને જવા દેવામાં આવી,અગાઉ પણ મારવાડી યુનિવર્સિટી વિવાદમાં આવી હતી..