રાજકોટ મનપાની લાલીયાવાડી : 2022માં લોકાર્પણ થયેલા આવાસો ખાઈ રહ્યા છે ધૂળ, અસામાજિક તત્વોનો બન્યા અડ્ડો….રાજકોટ મહાનગરપાલિકાની વધુ એક લાલીયાવાડી સામે આવી છે. 2022માં લોકાર્પણ થયેલી આવાસ યોજના હાલ ધૂળ ખાઈ રહી છે. સામાકાંઠે જુના યાર્ડ તરફ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ તૈયાર કરવામાં આવ્યા છે. 128 આવાસને તૈયાર કરી પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે 18.06.2022ના રોજ લોકાર્પણ કરવામાં આવી હતી. પૂજ્ય રવિશંકર મહારાજ ટાઉનશિપનું લોકાર્પણ થયા’ને 2 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. હજુ સુધી આવાસ યોજનામાં એક પણ ફ્લેટમાં કોઈ રહેવા આવ્યું નથી. આવાસનો આ વિસ્તાર અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેવું પણ સામે આવ્યું છે. દારૂની કોથળીઓ પણ અહીંયાથી મળી આવી છે. આવાસમાં કેમ કોઈ નથી આવ્યું, કોને આવાસ ફાળવવામાં આવ્યા તે મોટો સવાલ હાલ ઉદભવી રહ્યો છે…