રાજકોટ ઓનલાઇન ગેમ્બલિંગનું પ્રમોશન કરનારા સામે લાલ આંખ.રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ દ્વારા વધુ 6 ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો. જુગારધારાની કલમ 12(A) મુજબ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી. નિલેશ ચાવડા, ભાવેશ રાઠોડ, લક્ષ્મણ જંજવાડીયા, સાગર છૈયા, ઇલેશ દેરવાડિયા, વિજય મજેઠીયા સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ.સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના માધ્યમથી ઓનલાઇન ગેમ્બલિંગનું પ્રમોશન કરી મહિને લાખો રૂપિયા કમાઈ છે. યુવાધનને ઓનલાઇન ગેમ્બલિંગના રવાડે ચડાવતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ સાઇબર ક્રાઇમની કાર્યવાહી.