પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન…કોઈ સમાધાન થયું નથી…દોઢેક વર્ષ પૂર્વે કોંગ્રેસ નેતાઓએ પ્રેસ કોંફરન્સ કરી મારા પર આરોપ લગાવ્યા હતા…કોંગ્રેસના મિત્રો પાસે પુરાવાઓ ન હોવાથી એફિડેવિટ કરી માફી માંગી છે…મેં પણ માફ કરી કેસ પરત ખેંચ્યો છે…ભાજપમાં આવી ગયા એટલે મેં કેસ ખેંચ્યો એવું નથી…કોર્ટમાં હાજર રહી માફી માંગી છે એટલે મેં પરત ખેંચ્યો છે…સત્યનો વિજય થયો છે…રાજકીય રીતે અમે આક્ષેપો કર્યા છે તેવું એફિડેવિટમાં પણ લખ્યું છે