દાહોદમાં છ વર્ષની બાળકી સાથે રેપ વિથ મર્ડર જેવી સર્જાયેલ ઘટનાને લઇ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર શહેરોમાં વિરોધનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેને લઇ રાજકોટ ખાતે પણ કોંગ્રેસ NSUI ના કાર્યકરો દ્વારા શહેરના કોટેચા ચોક ખાતે રસ્તા રોકી ન્યાય આપો ના નારા લગાવી અને પોલીસ વાન ઉપર બેસી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે વિરોધ કરતાની સાથે જ સ્થાનિક પોલીસ દ્વારા તમામ કોંગ્રેસી કાર્યકરો ની અટકાયત કરવામાં આવી હતી.