જુનાગઢ જિલ્લાભરમાં સાર્વત્રિક વરસાદ વરસતાં જગતના તાત હરખાયા, ચારેબાજુ વરસાદી માહોલ વચ્ચે ઝમાઝમ વરસાદ વરસી રહ્યો છે, કેશોદ ,માણાવદર, માંગરોળ ,ભેંસાણ , વિસાવદર સહિત તમામ તાલુકાઓમાં સરેરાશ ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો, રસ્તાઓ પર વીઝીબિલિટી ઓછી થતાં વાહનચાલકો ને ડ્રાઈવિંગ માં મૂશ્કેલ સર્જાઈ રહી છે, સૌથી વધુ વરસાદ માણાવદર અને માળીયા તાલુકામાં વરસ્યો, ખાસ કરીને સિતાણા ગામે આભ ફાટયું હોય તેવા દ્ર્શ્યો સર્જાયા.