ગોંડલ ની શ્રીજી હોસ્પિટલ નાં ડોક્ટર સુખવાલા માનવતા ભૂલ્યા.
આ દેવીપુજક પરિવાર ની દીકરી માટે ભગવાન બની ને આવ્યા દાનવીર અનિરુદ્ધ સિંહ જાડેજા રિબડા.
ડૉકટર ને ભગવાન નો દરજ્જો આપવામાં આવે છે પણ સુખવાલા ડોકટર પૈસા ની ભુખ માટે યમ બન્યા નો પરિવાર નો આક્ષેપ.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ બેઠા પુલ પાસે ઝૂંપડા માં રહેતા દેવીપુજક સુરેશભાઇ સોલંકી સાવ ગરીબ પરિસ્થિતિ માં જીવતા પરિવાર મજૂરી કરી અને અન્નક્ષેત્ર માં જમીને પરિવાર નું ગુજરાન ચલાવતા સુરેશભાઇ સોલંકી ના પરિવાર માં ત્રણ દીકરા અને ચાર દીકરી હોય તેમાં અગમ્ય કારણો સર મોટી દીકરી કોમલ સુરેશભાઈ ચૌહાણ (ઉં.વ ૧૮) બે દિવસ પહેલા મોનો કોટા ના ઝેરી દવા ખાઈ લેતા આ પરિવાર ઉપર આભ તૂટી પડયુ હોય તેવી વિકટ પરિસ્થિતિ ઉભી થઈ હતી કોમલ ને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવા માટે લઇ ગયા હતા ત્યાં પ્રાથમિક સારવાર આપી હતી હાલત અત્યંત ગંભીર હોવાથી અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે જણાવતા તાત્કાલિક ગોંડલ ની શ્રીજી હોસ્પિટલ માં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી પણ ડોક્ટર સુખવાલા રોજ ને રોજ સારવારની તગડી ફી ભરવાની માંગ કરતા આ દેવીપુજક પરિવાર શહેર ભરમાં ફંડ ફાળો કરવા માટે દરબદર ભટકી ને ડોક્ટર ને ૧૦,૦૦૦ જેવી ફી જમા કરાવવા આવી હતી અને ડોક્ટર એ વધુ રૂપિયા માંગતા દીકરી ના પિતા એ થોડો સમય માંગતા ડોકટર સુખવાલા એ કહ્યું કે અમારા હોસ્પિટલ ની ફી જમા નો કરી શકતા હોય તો તમારી દીકરી ને રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે રીફર થઈ જાવ દીકરી ના પિતા એ કહેલ કે સાહેબ મારી દીકરી જીવનમરણ વચ્ચે જોલા ખાઈ રહી છે જો અમે અને રાજકોટ લઇ જાયે તો રસ્તા માં મૃત્યુ પામે તેવી પરિસ્થિતિ છે સુખવાલા એ કહેલ કે એ અમારે જોવાનું નથી જીવે કે મરે હોસ્પિટલ ને જે ચાર્જ છે તે જમા કરવો પડશે