ગુડગાંવ ખાતે મેસેજ વર્લ્ડ ઇન્ટરનેશનલ 2024માં રાજકોટના હાઈ બોન્ડ સિમેન્ટ અને વડાલીયા ફુડ્સ પરિવારના શ્રદ્ધા વડાલીયા એ ગ્રાન્ડ ફિનાલેમાં મિસિસ વર્લ્ડ ઇન્ટરનેશનલ 2024 માં મિસિસ વર્લ્ડનો તાજ જીતીને રાજકોટનું નામ રોશન કર્યું છે. દેશના ચુનંદા નિર્ણાયકોની ઉપસ્થિતિમાં શ્રદ્ધા વડાલીયાએ પોતાના જબરદસ્ત આત્મવિશ્વાસ અને મનમોહક લુક તેમજ પર્સનાલિટીથી જજીસના દિલ જીતી લઈને ટોચના સ્પર્ધકો વચ્ચે ફાઇનલમાં વિજેતા બનીને આ તાજ હાંસલ કર્યો છે.બરખા નાંગિયા દ્વારા મહિલાઓની કલ્પનાઓને સાકાર કરવા માટેનું એક મંચ પ્રદાન કરવામાં આવ્યું હતું. દેશની ટોચની 138થી પણ વધારે ફાઇનલ માટે પસંદ થયેલી પરિણીત મહિલાએ પોતાનું હુન્નર રેમ્પવોક, સેલ્ફ ઇન્ટ્રોડક્શન દ્વારા પ્રદર્શિત કર્યું હતું