ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કોમન સિવિલ કોડના મુસદ્દાને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.જેમાં ગુજરાતમાં કોમન સિવિલ કોડ ની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટે મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈ ની અધ્યક્ષતામાં પાંચ લોકોની કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા રાજ્ય સરકારને 45 દિવસની અંદર રિપોર્ટ આપવામાં આવશે ત્યારબાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.