ગઈ કાલે રાજકોટ મનપાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર દ્વારા અરજદાર પાસેથી રૂ.1.80.000 ની લાંચ ને લઈ જામનગર ACB દ્વારા છટકું ગોઠવી લાંચિયા ફાયર ઓફિસર અનિલ મારુંને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારે આજરોજ ACB દ્વારા લાંચિયા ફાયર ઓફિસર ને રાજકોટ નામદાર કોર્ટ ખાતે રજૂ કરવામાં આવ્યા બાદ સરકારી વકીલ દ્વારા ધારદાર વકીલાત કરતા નામદાર કોર્ટ દ્વારા લાંચિયા અધિકારીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા